ચીખલી તાલુકાનાં માંડવખડક ગામે 'ગ્રામીણ ઓલમ્પિક' યોજાયો.

SB KHERGAM
0

 


તારીખ-૦૫-૧૧-૨૦૨૩નાં દિને ચીખલી તાલુકામાં માંડવખડક ગામે 'ગ્રામીણ ઓલમ્પિક 2023' નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જે ગામના સરપંચશ્રી અને ગામના યુવાનો દ્વારા યોજાયેલ  “માંડવખડક ગ્રામીણ ઓલમ્પિક 2023” ગામના ઇતિહાસમાં પ્રથમ  વખત યોજાયો હતો.

 જેમાં ગામના યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.જે social mediaનાં  અહેવાલ પ્રમાણે “માંડવખડક ગ્રામીણ ઓલમ્પિક 2023” માં જે રમતવીરોએ ભાગ લીધો હતો તેમાંથી રાજમલ, હિમાંશુ, અંકિત, સત્યમ, ટીંકુ, વિરલ અને જોગેશ્વરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો  વિજેતાઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી વલ્લભભાઈ ચૌધરી તેમજ ગામના વડીલ સનાભાઇ, વનરાજભાઈ ઉપસ્થિત રહ્યા હતા. રમતવીરોને પ્રોત્સાહન વધારવા માટે ગામના યુવાનો ઉમેશભાઈ તથા જયેશભાઈ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો. ગામના રમતવીરોને, સરપંચશ્રી, વડીલો અને યુવાનોએ ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top