ચીખલી-ખેરગામ તાલુકામાં વેકેશનમાં બહાર જતા લોકો માટે પોલીસે માર્ગદર્શિકા જાહેર કરી.

SB KHERGAM
0

 ચીખલી-ખેરગામ તાલુકામાં વેકેશનમાં બહાર જતા લોકો માટે પોલીસે માર્ગદર્શિકા જાહેર કરી.

ચીખલી અને ખેરગામ તાલુકા સહિત નવસારી જિલ્લામાં દિવાળીના તહેવારની મોસમ આવતા જ લોકો વેકેશનના મૂડમાં જોવા મળે છે. ત્યારે ગુનાખોરીનું પ્રમાણ પણ વધી જાય છે. જેથી ખેરગામ પોલીસે એક માર્ગદર્શિકા જાહેર કરી લોકોને તહેવારો ટાણે કઈ તકેદારી રાખવી એ માટે સૂચન કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, ખાસ કરીને કીમતી દર દાગીના તથા રોકડ રકમ બેંક ખાતામાં બેંક લોકરમાં મૂકવાનો આગ્રહ રાખો. 

ઘરના મુખ્ય દરવાજાને લોક લગાડી શક્ય હોય તો સાયરનની વ્યવસ્થા કરવી. તમારા ઘરનાં બારી-બારણા વ્યવસ્થિત છે કે કેમ? તેની ખાતરી કરી વ્યવસ્થિત કરાવી દેવા.

આપનાં વાહનો પાર્ક કરો ત્યારે વ્યવસ્થિત પાર્કકરવા. સ્ટિયરિંગ લોક મારવું તેમજ વાહનોમાં કોઇ કીમતી ચીજવસ્તુઓ ન રાખવી. 

હાલમાં તહેવારોની સિઝનમાં બજારમાં ભીડ બહુ થતી હોય છે અને આવી ભીડનો લાભ લઇ ચોર ઇસમો કીમતી સરસામાન ઝૂંટવી લેતાં હોય છે. જેથી ભીડ ભાડવાળી જગ્યામાં જાઓ ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. 

સોસાયટીમાં સી.સી. ટીવી કેમેરા લગપાવવા અને હોય તો તે ચાલુ હાલતમાં છે કે કેમ? તેની ખાતરી કરવી. તેમજ તેનું રેકોર્ડિંગ થાય છે કે કેમ? તેની સોસાયટી ફ્લેટના ચેરમેન/સેક્રેટરીએ ખાતરી કરવી. તમારો ઇ મરજન્સી નંબર પાડોશી તથા સગા સંબંધીને આપવો. 

સોસાયટીમાં દિવસ રાત બે- બે સિક્યુરિટીના માણસો વ્હીસલ, લાઠી, ટોર્ચ મોબાઇ લ ફોન સાથે ફરજ ઉપર રાખવાની વ્યવસ્થા કરવી.

તમારા મહોલ્લા સોસાયટી ફળિયામાં ફેરિયા તેમજ અજાણ્યા ઇસમોને પ્રવેશવા દેવા ઉપર પ્રતિબંધ રાખવો અથવા તેના નામ સરનામાની મેઇન ગેટના પ્રવેશ રજિસ્ટરમાં નોંધ કરવી. 

આપના એ.ટી.એમ.કાર્ડ કોઇને આપવા નહીં અને તેનો પીન નંબર કોઇને શેર કરવો નહીં. 

તમામ સિનિયર સિટિઝન વ્યક્તિઓએ એ.ટી.એમ.માં રૂપિયા ઉપાડતી વખતે જો ખબર ન પડે અથવા તો કોઇ ખામી ઉદભવે તો બેંકના કર્મચારીઓની જ મદદ લેવી. 

અજાણ્યા વ્યક્તિઓની મદદ લેવી નહીં. જ્યારે પણ બેંકમંડળીમાં રૂપિયા જમા કરવા કે ઉપાડવા જાઓ ત્યારે પોતાનો કીમતી સામાન સાચવીને રાખવો અને આજુબાજુમાં આપનો કોઇ પીછો કરતો હોય તો તુરંત પોલીસને જાણ કરવી.

કોઇપણ ઇમરજન્સીના ભાગરૂપે અથવા પોલીસ મદદની જરૂર માટે પોલીસ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ૧૦૦ તથા ચીખલી પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૩૪ ૨૩૨૭૦૮ અને ખેરગામ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૩૪ ૨૨૦૬૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top