રાજસ્થાનના નાગોર જિલ્લાના ઇનાણા ગામના લોકો ફટાકડાના સ્થાને ગુલાલ છાંટીને દિવાળીની ઉજવણી કરે છે.

SB KHERGAM
0

 


રાજસ્થાનના નાગોર જિલ્લાનો અનોખો કિસ્સો.

રાજસ્થાનના નાગોર જિલ્લાના ઇનાણા ગામના લોકો ફટાકડાના સ્થાને ગુલાલ છાંટીને દિવાળીની ઉજવણી કરે છે.

૨૦૧૩થી ગામમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ભેદભાવો ભૂલીને ભાઇચારાથી બધા એક બીજાને ભેટે છે.

મિઠાઇ અને ફટાકડા દિવાળીના તહેવારમાં વિશેષ મહત્વ છે પરંતુ રાજસ્થાનમાં એક એવું અનોખું ગામ છે જયાં લોકો એક બીજા પર અબીલ - ગુલાલ છાંટીને દિવાળી ઉજવે છે. અબીલ ગુલાલ ઉપયોગ કરતા હોવાથી દિવાળીએ હોળી જેવો માહોલ ઉભો થાય છે. આ અનોખા ગામનું નામ ઇનાણા છે જે નાગોર જિલ્લામાં આવેલું છે.

      પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૩થી ઇનાણા ગામમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પહેલું કારણ તો એ હતું કે ફટાકડા ફૂટે તેનો એકાંદ તણખો પણ ખેતરમાં પાકી થયેલી ફસલ કે ઘાસના પૂળાના ઢગલા પર પડવાનો ખતરો રહેતો હતો. કયારેક આગ લાગતી ત્યારે ગામ લોકોએ દોડાદોડી કરવી પડતી હતી.

    ખેતરના પાકને બળતો અટકાવવા માટે છેલ્લા ૧૦ વર્ષથી ગામ લોકો ફટાકડા ફોડતા નથી. ગામને વિવિધ સરકારી યોજનાઓના અમલના લીધે આદર્શ ગામનો પુરસ્કાર પણ મળ્યો છે. ગામ લોકો પર્યાવરણપ્રેમી છે તેઓ વાયુ પ્રદૂષણ કે ધ્વની પ્રદૂષણ ફેલાય નહી તે માટે પણ ફટાકડાથી દૂર રહે છે.

        ફટાકડાના સ્થાને એક બીજા પર ગુલાલ છાંટીને દિવાળી ઉજવે છે. ભેદભાવો ભૂલીને ભાઇચારાથી બધા એક બીજાને ભેટે છે. ગામના વડીલોના જણાવ્યા અનુસાર ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેનું સૌ ગ્રામજનો સ્વૈચ્છાએ પાલન કરે છે. લોકો દિવાળીના પાંચ દિવસ ઘરે ઘરે દીવા પ્રગટાવે છે. અમાસમાં દિવાઓનું એક સાથે થતું અજવાળું અને ગુલાલ દિવાળીને રંગીન બનાવી દે છે.

Info courtesy: gujaratsamachar paper

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top