વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ.

SB KHERGAM
0

  


વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ. 

જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તા. ૦૯ નવેમ્બરના રોજ સમગ્ર વલસાડ જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ. સમગ્ર જિલ્લામાં તા. ૧૫મી નવેમ્બર,૨૦૨૩ થી તા.૨૦મી જન્યુઆરી, ૨૦૨૪ સુધી તમામ તાલુકાઓમાં ૩૮૫ ગ્રામપંચાયતોમાં ભારત સરકારની યાત્રા વાન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો આપવાનું આયોજન કરાશે. જિલ્લામાં તા. ૧૫ થી ૩૦ નવેમ્બર સુધી જિલ્લાના ધરમપુર ૩૨ કપરાડામાં ૩૩ અને વલસાડ તાલુકામાં ૧૯ ગ્રામપંચાયતો યાત્રાનું આયોજન કરવામાં આવશે.  

ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ અનુસુચિત આદિજાતિ વિસ્તારોમાં તા.૧૫-૧૧-૨૩ (જનજાતિય ગૌરવ દિવસ)થી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોઅજન કરવામાં આવશે. આ યાત્રા દ્વારા રાજ્યના દરેક નાગરિકોને યોજાનાઓનો લાભ, દરેક યોજનાઓ વિશે તમામ લોકોને માહિતગાર, લાભ મળવાપાત્ર લાભાર્થીઓની નોંધણી, કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, જનજાગૃતિના કાર્યક્રમો, સામુદાયિક પ્રવૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે. પ્રચાર પ્રસાર માટે આઈઈસી વાન, આઈટી પ્લેટફોર્મ અને મોબાઈલ એપનો ઊપયોગ કરાશે.


 ટ્રાઈબલ વિસ્તારોમાં સિકલસેલ એનીમિયા એલીમેશન મિશન, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કુલમાં નોંધણી, શિષ્યવૃતિ, વન અધિકાર – વ્યક્તિગત અને સામુદાયિક જમીન અને વન ધન વિકાસ કેન્દ્ર (સ્વ સહાય જૂથોનું આયોજન) જેવી અનેક યોજનાઓ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રમ પંચાયત કક્ષાએ ૧૦-૧૨ લોકોની સમિતિની રચના, ગ્રામજનો દ્વારા યાત્રા, ગ્રામસભાનું આયોજન, જન ભાગીદારીથી સ્વચ્છતા અભિયાન, શાળા/કોલેજ ખાતે સ્પર્ધાનું અયોજન, સ્થળ ઉપર યોજનાનો લાભ આપવા માટે કેમ્પનું આયોજન કરવાનું રહેશે. યાત્રા પહોંચે ત્યારે પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ સંદેશ, વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વિડીયો, ઓપનીંગ મુવી, મેરી કહાની મેરી ઝુબાની યોજનાના લાભાર્થીની સક્સેસ સ્ટોરી, સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ, સ્થાનિક, રમતવીર અને સફળ મહિલાઓનું સન્માન, ગ્રામ પંચાયતની સિધ્ધિઓ – લેન્ડ રેકોર્ડ્નું ૧૦૦ % ડિજીટાઈલેશન, ઓડીએફ+ સ્ટેટસ, જલ; જીવન મિશનના લાભો વગેરેની કામગીરીનું કરવામાં આવશે.    

 બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, ઈનચાર્જ નિવાસી અધિક કલેક્ટર ઉમેશ શાહ, નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top