જો ડોકટર ન હોત તો ?

SB KHERGAM
0

  

આપણી આ  રંગબેરંગી દુનિયામાં આપણને જાત-જાતનાં લોકો અને જાતજાતના પ્રોફેશનના લોકો મળે છે. બધા જ લોકો પોતાનાં ક્ષેત્રમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. કોઈક ક્ષેત્ર વધુ સારું છે અને બીજું ઉતરતું છે એવું નથી. બધાં જ ક્ષેત્રના ઉત્તમ માણસો આ દુનિયા અને સમાજ ચલાવવા માટે હોવા જરૂરી છે. જે પોતાનું બેસ્ટ આપીને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરે છે. કોઈ વૈજ્ઞાનિક હોય, કોઈ એન્જિનિયર, કોઈ શિક્ષક તો કોઈ ડોક્ટર હોય છે.p આપણા સમાજને આ બધાની જ જરૂર છે અને કોઈના વિના એમને ચાલે એમ નથી. 

પરંતુ આજે આપણે વાત કરવાના છીએ ભગવાનના જીવતા જાગતા અને પૃથ્વી પર ફરતા એવા માનવીની કે જેને લોકો ભગવાનની બરોબરીનો દરજ્જૂ આપે છે. ભગવાન પોતે તો કંઈ બધાની મદદ કરવા જાતે પહોંચી શક્તા નથી એટલે એમણે આ તબીબ એટલે કે ડોક્ટરના સ્વરૂપમાં આપણને ફરિશ્તાની બક્ષિસ આપી છે. જે આપણા રોગ દ્વારા ઊભી થતી આપણી તક્લીફોમાંથી આપણને ઉગારીને આપણને નવી જીંદગી આપે છે. તો આ ડોક્ટરો જે આપણા માટે અતિ આવશ્યક છે, અગર એવા ડોક્ટરો હોત જ નહીં તો શું થાત? વિચાર કરી જોઈએ કે એમના વિના આપણે શું-શું તક્લીફ ભોગવવી પડત


મિત્રો, વિચારો કે આપણી પૂરી લાઇફમાં આપણને ડગલે ને પગલે ડોક્ટરની જરૂર પડે છે. આપણા જન્મથી લઈને આપણી પુરી લાઇમાં કંઈ ને કંઈ શારીરિક, માનસિક વગેરે બધી જ તકલીફોનો એક રામબાણ ઇલાજ છે. ડોક્ટરને બતાવવું. આપણા પરમાં કંઈ પણ ચર્ચા થાય કે આજે તો માથું દુ:ખે છે કે શરીર દુઃખે છે કે પેટમાં પ્રોબ્લેમ છે તો તરત જ બધા એક સૂરમાં કહેશે કે ડોક્ટરને બતાવી આવી. આજે વિજ્ઞાનની જેટલી પ્રગતિ થઇ છે એટલું જ રાસાયણિક ખાતરનો ખેતીમાં ઉપયોગ, જંક ફૂડ આ બધાને લીધે માનવીને નીતનવા રોગો પણ થવા લાગ્યા છે. આ બધા જ રોગોનું નિદાન અને તેને લગતા ટેસ્ટ કરાવવા, તેની સારવાર કરવી આ બધું જ માત્ર ને માત્ર ડોક્ટરના હાથમાં જ છે. ડોક્ટર કોઈ વ્યક્તિને મોતના મુખમાંથી પણ ઉગારીને પાછા લઈ આવે છે. આપણા માટે તો પૃથ્વી પર આપણી જાત બચાવતા ભગવાન સ્વરૂપ એટલે જ પ્રેક્ટર કહેવાય. તો આપણી જીંદગી સાથે અભિન્ન રીતે જોડાઈ ગયેલા આ ડોક્ટર જો આપણી જીંદગીમાં ન હોય તો આપણું જીવન તો શરૂ થતાં પહેલાં જ પૂરું થઈ જાય.


સૌ પ્રથમ તો આપણો જન્મ કરાવનાર, આપણે આ ધરતી પર લાવનાર ડોક્ટર જ છે. હો. પહેલાના જમાનામાં જ્યારે આટલો વિકાસ થયો ન હતો ત્યારે ઘરે જ સુવાવડ થતી અને બાળકનો જન્મ ઘરે જ થતો પરંતુ અને લીધે બાળક અને માના બંનેને કોમ્પ્લિકેશન થવાનો ભય તો હતો. પરંતુ આજે ડોક્ટરની નિગરાનીમાં નવ મહિના સુધી બાળક ભલે માતાનાં પેટમાં રહે તો પણ ડોક્ટર દ્વારા એની નિયમિત તપાસ, બાળકને કંઈ ખોડખાપણ છે કે નહીં એની ખાતરી, બાળકનું યોગ્ય 

પોષણ આ બધી તકેદારી ડોક્ટરને કારણે રાખી શકાય છે. ડોક્ટરની આગેવાનીમાં સેઇફ રીતે બાળકનો જન્મ થાય છે. ડોક્ટર ન હોત તો આજે પણ પ્રસુતિમાં સારવારના અભાવે કેટલીય મહિલાઓ પોતાના જાન ગુમાવતી હોત. જન્મ થયા પછી આ જ બાળકને સમયાંતરે આપવામાં આવતી વેક્સિન ડોક્ટર વિના તો કોણ આપી શકે? એક બાળકની પૂરી હેલ્થી લાઈફ માટે વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. ડોક્ટર વિના આ બાળકો રોગનો ભોગ બની પોતાની જીંદગી આટલી સ્વસ્થ જીવી શકત ખરાં? અરે રોજબરોજની જીંદગીમાં આપણને શરદી, ખાંસી, પેટમાં દુઃખાવો, માથાનો દુ:ખાવો આ બધા નાના-નાના તો કેટલાય પ્રોબ્લેમ આવે છે. અગર ડોક્ટર ના હોત તો આ રોજના નાના મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કોની પાસેથી મેળવી શકત?


આજે પૂરઝડપે દોડતા વાહનોને લીધે રસ્તાઓ ઉપર છાશવારે એક્સિડન્ટ થતા હોય છે અને કેટલીય વા૨ે ઈમરજન્સીમાં પેશન્ટને હોસ્પિટલ ખસેડતાં ડોક્ટરની સૂઝબૂઝ અને સમયસૂચકતાને લીધે જ તો પેશન્ટનો જીવ બચી જાય છે. હવે આ ડોક્ટરો ન હોત તો આવી ઈમરજન્સીમાં બિચારા પેશન્ટ તો સારવારના અભાવે પોતાની જીંદગીથી હાથ જ ધોઇ બેસે ને. સગાવાહલાઓએ પોતાના સ્વજનોની સારવાર વિના તરફડતા જોવાનો વારો આવે. ડોક્ટરો છે તો આવા ટિપિકલ કેસને બચાવીને તેઓ આખા પરિવારને બચાવી લેતા હોય છે. અત્યારે જ આપણે ત્યાં આવી ગયેલી કોરોનાની મહામારીમાં ડોક્ટરો અને નર્સો તો ફર્સ્ટ લાઈન વોરિયર હતા.


ડોક્ટરો જ હતા જે કોરોનાના પેશન્ટના સીધા સંપર્કમાં આવતા હતા તો પણ પોતાની જાનની પરવા કર્યા વિના ૨૪-૨૪ કલાક PPE કીટ પહેરીને ગરમીમાં પણ તેઓ પેશન્ટનો ઇલાજ કરતાં હતાં અને પોતાની આ ફરજ નિભાવતાં કેટલાંય ડોક્ટરોએ પોતાની જાત પણ કુરબાન કરી દીધી, પરંતુ પોતાના કર્મથી પાછળ પેશન્ટનો ઇલાજ ન હટ્યા. ઇલાજ કરવામાં તેઓ કેટકેટલા દિવસ સુધી પોતાના ઘરે પણ જઇ શકતા નહીં. પોતાના પરિવારજનોને ભગવાનના ભરોસે મૂકીને બસ પોતાની ડ્યૂટી બજાવતા રહેતા હતા. આવા વખતે જો ડોક્ટર ના હોત તો હોસ્પિટલમાં ભરતી થયેલા કોરોનાના પેશન્ટ ડોક્ટરના ઇલાજથી સાજા થઇને પાછા ઘરે ફર્યા હોત? શું એમને નવી જીંદગી મળી હોત? શું તેઓ પોતાના પરિવારને મળી શક્યા હોત? કેટ-કેટલા મોટા રોગો અને એમાં કરવામાં આવતા ઓપરેશન આ બધું જ જો ડોક્ટરો ના હોત તો એ માણસની જીંદગી સાથે જ જાત. એના સાજા થવાનો કોઈ સ્કોપ કોઈ હોપ રહેત જ નહીં.


તો મિત્રો ડોક્ટરો એ તો આપણા ફ્રીડમ ફાઈટર જેવા જ છે. જેમ સૈનિકો પોતાના દેશની રક્ષા માટે બોર્ડર પર હરદમ ફરજ બજાવતા રહે છે તેમ ડોક્ટરો પણ આપણને સાજા રાખવા માટે પોતાની ફરજ પર હાજર રહે છે. આ ડોક્ટરો છે તો આપણને ધરપત છે કે કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી આવશે તો આપણને સાજા-સારા કરીને એક નોર્મલ જીંદગી જીવવાનો મોકો આપશે. 

આજે પૂરઝડપે દોડતા વાહનોને લીધે રસ્તાઓ ઉપર છાશવારે એક્સિડન્ટ થતા હોય છે અને કેટલીયવાર ઈમરજન્સીમાં પેશન્ટને હોસ્પિટલ ખસેડતાં ડોક્ટરની સૂઝબૂઝ અને સમયસૂચકતાને લીધે જતો પેશન્ટનો જીવ બચી જાય છે. હવે આ ડોક્ટરોન હોત તો આવી ઈમરજન્સીમાં બિચારા પેશન્ટ તો સારવારના અભાવે પોતાની જીંદગીથી હાથજ ધોઇ બેસે ને. સગાવાહલાઓએ પોતાના સ્વજનોની સારવાર વિના તરફડતા જોવાનો વારો આવે. ડોક્ટરો છે તો આવા ટિપિકલ કેસને બચાવીને તેઓ આખા પરિવારને બચાવી લેતા હોય છે.

સૌજન્ય લેખ :ચારુ નાયક (ગુજરાત ગાર્ડિયન ન્યૂઝ)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top