નવસારી તાલુકાનો રમતોત્સવ ઉજવાશે, જેમાં 71 પ્રા. શાળાના 9156 બાળકો-શિક્ષકો ભાગ લેશે.

SB KHERGAM
0

  નવસારી તાલુકાનો રમતોત્સવ ઉજવાશે, જેમાં 71 પ્રા. શાળાના 9156 બાળકો-શિક્ષકો ભાગ લેશે.

નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની નવસારી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકો અને શિક્ષકોના રમતોત્સવ યોજાશે. જેમાં તાલુકાની કુલ 71 શાળાના 9156 બાળકો અને શિક્ષકો ભાગ લેશે. સૌ પ્રથમ કેન્દ્ર કક્ષાએ વિજેતા થયેલા અને વ્યકિતગત રમતના બાળકો અને સાંધિક રમતના બાળકો વિભાગ કક્ષાએ વિજેતા થઇ તાલુકા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. નવસારી તાલુકાના 12 જેટલા કેન્દ્રમાંથી 4 વિભાગમાં રમતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.1થી 5માં 60 મીટર દોડ, દેડકા કુદ, લીંબુ ચમચી, સ્ટેન્ડીંગ દોડ જંપમાં કુમાર અને કન્યા ભાગ લેશે.

આ ઉપરાંત ધો.6થી 8માં કુમાર અને કન્યા માટે 100 મીટર દોડ લાંબી કુદ, ગોળા ફેંક અને સ્ટેન્ડીંગ દોડ જંપનું આયોજન કરાયું છે. સાંધિક રમતોમાં કબડ્ડી અને ખોખોની રમત રમાશે જેમાં કુમાર અને કન્યા ભાગ લઇ શકશે. જ્યારે ક્રિકેટમાં પણ કુમાર અને કન્યા પોતાની રમતનું નિર્દશન કરશે. આ ઉપરાંત શિક્ષક ભાઇ-બહેનો માટે 100 મીટર દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક અને સેન્ડી બ્રોડ જંપનું આયોજન કરાયું છે. આ રમતોત્સવને લઇ નવસારી તાલુકાના શિક્ષકો ઇને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top