ડાંગ જિલ્લાની ગારખડી પ્રાથમિક શાળાના વિજ્ઞાન મોડલની ઝોન કક્ષાએ પસંદગી.

SB KHERGAM
0

  ડાંગ જિલ્લાની ગારખડી પ્રાથમિક શાળાના વિજ્ઞાન મોડલની ઝોન કક્ષાએ પસંદગી.

ડાંગ જિલ્લાનું ૪૮મું વિજ્ઞાન પ્રદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમા ગારખડી પ્રા.શાળાની "Modern Multipurpose Cleaning M"કૃતિ ઝોન કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી પામતા શિક્ષકો, પદાધિકારીઓ,અધિકારીઓએ બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ ગારખડી શાળાની કૃતિ ઝોન કક્ષા માટે પસંદગી પામતા શાળાના બાળકો તથા શાળા પરિવાર ખૂબજ ગૌરવની લાગણી અનુભવે છે. મોડલ બનાવવામાં શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફે પણ ખૂબ સહકાર આપ્યો હતો. વિદ્યાર્થીઓનું મોડલ ઘર, શેરી,ગામ અને દેશને સ્વચ્છ કરવામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. 

આ પ્રસંગે જિ.પ્રા.શિ.સંઘનાં મહામંત્રી તેમજ માર્ગદર્શક શિક્ષક ચિંતન પટેલે જણાવ્યું કે, 'ડાંગ જિલ્લાના બાળકોનું શિક્ષણ અને શિક્ષકોનું સંગઠન મારું હૃદય છે. આ શિક્ષણ અને સંગઠનરૂપી હૃદયમાં લોહી રેડીને હંમેશા ધબકતું રાખવાનું કાર્ય ચાલું રાખીશું.'

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top