સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોબા શાળાના આચાર્ય ડો.ધર્મેશ પટેલની મેરેથોન, સાયકલિંગ સ્પર્ધામાં ૧૦૧ મેડલોની સિદ્ધિ.

SB KHERGAM
0

 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોબા શાળાના આચાર્ય ડો.ધર્મેશ પટેલની મેરેથોન, સાયકલિંગ સ્પર્ધામાં ૧૦૧ મેડલોની સિદ્ધિ.

ઓલપાડ કાંઠાના ભાંડુત ગામના વતની અને કોબા પ્રાથમિક સ્કૂલના આચાર્ય ડૉ. ધર્મેશ પટેલે કોરોના કાળ પછી મેરેથોન અને સાયકલિંગની વિવિધ સ્પર્ધાઓમાં ૧૦૧ મેડલો મેળવી શિક્ષણ જગત સહિત ભાંડુત ગામના ગૌરવમાં વધારો કર્યો છે.

ઓલપાડ દરિયાઈ પટ્ટીના છેવાડાના નાનકડા ભાંડુત ગામે ગરીબ પરિવારમાં વચ્ચે જન્મેલા ડૉ.ધર્મેશ પટેલ હાલ ઓલપાડ તાલુકાના કોબા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. 

તેઓ નોકરીની ફરજદરમ્યાન પણ બાળકોને શિક્ષણના નવતર પ્રયોગો થકી શિક્ષણનું ભાથું પીરસી રહ્યા હોવાથી ચાલુ વર્ષે તેમને ઓલપાડ તાલુકાના બેસ્ટ પ્રાથમિક શિક્ષકનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. 

જોકે નોકરીની ફરજ દરમ્યાન મોટાભાગના શિક્ષકો અને સરકારી કર્મીઓ જાહેર રજાનો આનંદ માણી આરામ ફરમાવતા હોય છે. પરંતુ ડૉ.ધર્મેશ પટેલ શાળામાં રવિવાર તથા જાહેર રજાના દિવસો સહિત દિવાળી અને ઉનાળા વેકેશનની રજામાં પણ સામાજિક પ્રવૃત્તિઓ ઉપરાંત રમતગમત, યોગા, મેરેથોન અને સાયકલિંગની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રજાનો સદઉપયોગ કરવાનું ક્યારેય પણ ચુકતા નથી. 

જેના પગલે ડૉ.ધર્મેશ પટેલે કોરોના કાળ પછી મેરેથોન અને સાયકલિંગની વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૧૦૧ મેડલો મેળવી 'જેને કંઈ કરવું છે એને તુફાન પણ રોકી ન શકે'એ સુત્રને સાર્થક કર્યું છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top