ચીખલી એબી સ્કુલના વિદ્યાર્થીઓનો તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ડંકો.

SB KHERGAM
0

  

ચીખલી એબી સ્કુલના વિદ્યાર્થીઓનો  તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ડંકો.

રાજ્યભરમાં શાળાકીય કક્ષાએ કલા મહાકુંભની સ્પર્ધા જામી છે. ત્યારે ચીખલી એબી સ્કૂલનાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ફરી એકવાર પોતાની સર્વોપરીતાની સિદ્ધિ નોંધાવી હતી. તાલુકા કક્ષાએ વકૃત્વ, નિબંધ, ચિત્રકામ, ભરતનાટયમ્, શાસ્ત્રિયવાદ્ય તબલા, હાર્મોનિયમ, લોકગીત ભજન, સુગમ સંગીત, એકપાત્રીય અભિનય જેવી કુલ ૧૪ અવનવી સ્પર્ધા યોજાઈ હતી. 

જે પૈકી લોકનૃત્યમાં ચીખલી એબી સ્કૂલ ધો.૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓ પ્રથમ ક્રમ, ભરતનાટયમ્માં વિભાગ-અમાં ધો.૭ની વિદ્યાર્થીની જેનાલી જીતેન્દ્ર કુંભાણી તથા બ-વિભાગમાં ધો.૧૧ની ઈરા કિનકર પટેલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. 

નિબંધ સ્પર્ધા(બ-વિભાગ) માં પલ રાજેશ પટેલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ધો. ૧૦ની વિદ્યાર્થીની ખુશી શૈલેષ પટેલે દ્વિતીય ક્રમ, સુગમ સંગીત બ-વિભાગમાં ૧૧ કોમર્સની ક્રિસ્ટી મોહન પટેલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. 

તબલા સ્પર્ધા અ-વિભાગમાં ધો.૭ની વિદ્યાર્થીની - અવની રાજેશ પટેલે પ્રથમ ક્રમ, ધો.૮ના વૈદિક જીતેશ પટેલે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ભજન સ્પર્ધા બ-વિભાગમાં ૧૧ કોમર્સની વિદ્યાર્થીની શિવાની વિનોદ સોલંકીએ દ્વિતીય ક્રમ, હાર્મોનિયમમાં અ-વિભાગમાં ધો.પની વિદ્યાર્થીની મેરી નીલેશ પટેલે ત્રીજો ક્રમ, વકૃત્વ સ્પર્ધા બ-વિભાગમાં ધો.૧૦ની વિદ્યાર્થીની વિશ્વા બિપીનચંદ્ર પટેલે પ્રથમ ક્રમ તથા ધો.૪ની અનન્યા હેમંતકુમાર રાજાએ ત્રીજો ક્રમ, એક પાત્રીય અભિનય સ્પર્ધા અ-વિભાગમાં ધો.૪ની વિદ્યાર્થીની એરીના ઈશ્વર ગામીતે દ્વિતીય ક્રમ, ચિત્ર સ્પર્ધા બ-વિભાગમાં ધો.૧૦ની વિદ્યાર્થિની હાર્દી પરિમલ પટેલે ત્રીજોક્રમ પ્રાપ્ત કર્યો હતો. 

સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનારા શિક્ષક, શાળાના ટ્રસ્ટી નિર્મલ પટેલ, આચાર્યા પ્રીતી વણકર અને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી. હવે વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top