ધરમપુરની શાળામાં બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત આરોગ્યલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ.

SB KHERGAM
0

 

ધરમપુરની શાળામાં બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત આરોગ્યલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ. 

 સ્ત્રી રોગ અને જીવનશૈલી તેમજ ભણતર વિશે વિસ્તૃત જાણકારી વિદ્યાર્થિનીઓને આપવામાં આવી.

 ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામમાં કન્યા સાક્ષરતા નિવાસી શાળા કરચોંડ ખાતે વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘બેટી બચાવો, બેટી પઢાઓ’’ યોજના અંતર્ગત આરોગ્યલક્ષી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 આ કાર્યક્રમમાં ગાયનેકોલોજિસ્ટ ડો.નિત્તલ પટેલ દ્વારા સ્ત્રી રોગ વિશે માહિતી આપવામાં આવી હતી. ધરમપુર સાંઈનાથ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડૉ. હેમંત પટેલ દ્વારા ન્યુટ્રીશન, જીવનશૈલી અને ભણતર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઈ દ્વારા પોક્સો એક્ટ, બાળ લગ્ન, ગુડ ટચ - બેડ ટચ વિશે અને મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સીપાલ મનીષાબેન દેશમુખ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થિનીઓ અને DHEW ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Source: માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૯ ડિસેમ્બર 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top